સરળતાથી વર્ડપ્રેસ વેબસાઈટને બનાવો ઝડપી


મિત્રો, જો તમારી વર્ડપ્રેસ વેબસાઈટ ખુલવામાં વધારે સમય લેતી હોય તો એક સારા બ્લોગર તરીકે તમારે વેબસાઈટની સ્પીડ વધારવી જ રહી. ધીમી ગતિએ ખુલતી વેબસાઈટ કોઈને પણ પસંદ નથી. ગુગલ પેજ સ્પીડ ટેસ્ટના રીપોર્ટ પ્રમાણે અડધા ઉપરના મોબાઈલ યુઝર તમારી વેબસાઈટ છોડી દેશે જો એને ખુલતા 3 સેકન્ડ કરતા વધારે સમય લાગશે. પહેલા તો આપણે તમારી વેબસાઈટની સ્પીડ ટેસ્ટ કરીયે અને સરળતાથી વર્ડપ્રેસ વેબસાઈટને બનાવો ઝડપી ( Make WordPress Website Faster with Free Plugins ) એ પણ ફ્રી પ્લગઈન દ્વારા.

ઝડપી વેબસાઈટ બનાવવી શા માટે જરૂરી છે? Why Website Speed Matters?

જે વેબસાઈટ ઓપન થાવામાં ઓછો સમય લે છે એ સર્ચ એંજિન રેંકીંગમા આગળ રહે છે. એનો મતલબ કે ઝડપી ઓપન થતી વેબસાઈટ ગુગલ, બિંગ કે યાહુ સર્ચ એંજિન પર આગળ રહે છે જેના કારણે તમારી વેબસાઈટ પર આવતા યુઝર પણ વધારે રહેશે.

More Speed = More Traffic = More Money

વર્ડપ્રેસ વેબસાઈટની સ્પીડ માપવા માટેના ઓનલાઈન ટુલ્સ. How to test WordPress Website Speed?

Well, કોઈપણ વેબસાઈટની સ્પીડ Google, GTMatrix અને Pingdoom દ્વારા તૈયાર કરવામાં આવેલા Online Tools થી સરળતાથી માપી શકાય છે.

1. Google PageSpeed Insights & Think with Google – Speed Test Tools

ગુગલ પેજ સ્પીડ ઇન્સાઇટ પર કોમ્પ્યુટર કે લેપટોપ માટેની વેબસાઈટની સ્પીડ ને સબંધીત તમામ ટેકનીકલ બાબતો ટેસ્ટ કરી શકાય છે.

થીંક વિથ ગુગલ પર તમારી વેબસાઈટ મોબાઈલ પર કેટલી સ્પીડથી ખુલે છે અને એને લગતી તમામ ટેકનીકલ બાબતો ટેસ્ટ કરી શકાય છે.


2. GTmetrix – Online Website Speed Test Tool

જો તમારે વેબસાઈટ ની સ્પીડને લગતી ટેકનીકલ બાબતોનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો જીટીમેટ્રીક્સ એક બેસ્ટ ટુલ્સ છે. અને પૂરી વેબસાઈટને ખુલતા  લાગતો સંપૂર્ણ સમય પણ જાણી શકાય છે.


3. Pingdom Tools – Web Speed Test

પીંગડોમ ટુલ્સ તમારી વેબસાઈટને જુદા જુદા સર્વર લોકેશન પરથી સ્પીડ ટેસ્ટ કરવા માટે ઉપયોગી છે.

Expert’s TIP  – એક સરળ નિયમ પ્રમાણે જે વેબસાઈટનું હોસ્ટિંગ પાવરફૂલ એટલે કે સારા CPU અને RAM વાળું હશે તે વેબસાઈટ ની સ્પીડ પણ વધારે જ રહેશે. Powerful & Speedy WordPress હોસ્ટિંગ જેવા કે ડ્રીમહોસ્ટ – DreamHost અને બ્લુહોસ્ટ – BlueHost ના સર્વર.

સરળતાથી વર્ડપ્રેસ વેબસાઈટને બનાવો ઝડપી Free Plugins દ્વારા

પહેલા તો હું આ ઓજસ નો સ્પીડ ટેસ્ટ રિપોર્ટ શેર કરવા માગું છું. થીંક વિથ ગુગલ પર આ ગાઈડ follow કર્યા પહેલા અને પછી નાં સ્પીડ ટેસ્ટ રિપોર્ટ નીચે મુજબ છે.
આ ગાઈડ follow કર્યા પહેલા ઓજસ ની Mobile Speed = 54  અને Desktop Speed = 56 જેટલી ઓછી હતી.

હવે આ ગાઈડ follow કર્યા બાદ ઓજસ ની Mobile Speed = 83 અને Desktop Speed = 92 જેટલી boost થઇ. એટલે કે મોબાઈલ સ્પીડમા 154% અને ડેસ્કટોપ સ્પીડમા 164% નો જંગી વધારો થયો. જે એક વેબસાઈટ માટે સારો સ્કોર છે.

Let’s Speed up WordPress site with Free Plugins – વર્ડપ્રેસ વેબસાઈટને બનાવો ફાસ્ટર

તમારી વેબસાઈટને ફાસ્ટ બનાવતા પહેલા નીચે મુજબ ના Permalinks સેટ કરવા જરૂરી છે. આ માટે Settings > Permalinks પર જાવ અને Post Name પર ક્લિક કરી Save કરી લો.

1. WP Fastest Cache – Free Caching Plugin for WordPress

ફાસ્ટેસ્ટ કેચ પ્લગઈન તમને પેજ સ્પીડને લગતા ટેકનીકલ મુદ્દા જેવા કે cache, preload, minify html, minify css, Gzip અને Browser caching જેવા ઓપસન સરળતાથી સેટ કરવામાં મદદ કરે છે. તો પહેલા આપને WP Fastest Cache ને ઇન્સ્ટોલ કરીએ અને વિવિધ ઓપસન સેટ કરીયે.
Go to Plugins > Add New  અને “wp fastest cache” સર્ચ કરો. એને ઇન્સ્ટોલ કરો.

ત્યારબાદ આ પ્લગઈન ને Activate કરો.

બસ હવે નીચે મુજબના WP Fastest Cache ના Settings સેટ કરી Submit પર કલીક કરો.

વેલ, હવે પછી તમે કોઈપણ વર્ડપ્રેસ વેબસાઈટ પર changes કરો તો Delete Cache and Minified CSS/JS કરવાનું ક્યારેય પણ ના ભૂલશો.

2. WP Smush – Image Compression and Optimization Tool

વેબસાઈટ ના બધા ફોટા કમ્પ્રેસ્સ કરવાથી બહુજ વધારે ડેટા સેવિંગ થાય છે. આ ઉપરાંત કમ્પ્રેસ્સ થયેલા ( ઓછી સાઇઝ વાળા ) ફોટો ને કારણે હોસ્ટિંગ CPU અને RAM પર પણ ઓછો લોડ આવે છે. અને તમારી વેબસાઈટની મુલાકાત લેતા યુઝર માટે વેબસાઇટ લોડ થવામાં એકદમ ફાસ્ટ બની જાય છે.
Go to Plugins > Add New  અને “wp smush” સર્ચ કરો. એને ઇન્સ્ટોલ કરો.
ત્યારબાદ આ પ્લગઈન ને Activate કરો


બસ હવે નીચે મુજબના WP Smush ના Settings મા Re-check images અને Resize Savings ને Enable કરો.

3. a3 lazy load – wordpress speed booster

લેઝી લોડ એક એવી ટેકનીક છે જેનાથી યુઝરના વિજિબલ એરિયા પરના જ ઇમેજ કે વિડિયો લોડ થાય છે. યુઝર સ્ક્રોલ કરીને જેમ જેમ નીચે પહોચશે એમ એમ બાકીના ઇમેજ કે વિડિયો લોડ થાય છે. એટલે કે આર્ટિક્લના બધા ઇમેજ કે વિડિયો એકસાથે લોડ થતા નથી, યુઝરની જરૂર મુજબ જ લોડ થાય છે. સાથે સાથે ડેટા અને બેંડ્વિડ્થની બચત થાય છે॰
Go to Plugins > Add New  અને “a3 lazy load” સર્ચ કરો. એને ઇન્સ્ટોલ કરો.
ત્યારબાદ આ પ્લગઈન ને Activate કરો.

Expert’s TIP – તમારી વર્ડપ્રેસ વેબસાઈટ કે બ્લોગ પર વિડિયો અપલોડ કરવાને બદલે યૂટ્યૂબ પર અપલોડ કરી એની લીંક તમારા આર્ટિક્લમા શેર કરો જેથી તમારે બેંડ્વિડ્થ અને ડેટા ની બચત થાશે.


હવે તમે જાતે જ  થીંક વિથ ગુગલ પર વેબસાઈટની સ્પીડ ચેક કરીને જોશો કે તમે 200% સુધીની સ્પીડ વધારે થઇ હશે. જે તમારા વર્ડપ્રેસ બ્લોગ પર વધારે ટ્રાફિક લાવવામાં મદદ કરશે અને તમને વધારે પૈસા કમાવવાની તક આપશે.

Comments